ભારતીય ટેલિકોમ કંપનીઓમાં વધતી પ્રતિસ્પર્ધાઓ વચ્ચે ભારતી એરટેલે ખાસ વાઉચર્સ અને ડેટા પ્લાન રજૂ કર્યો છે. પોતાના લેટેસ્ટ સ્પેશ્યલ ટેરિફ પેકેજમાં એરટેલ 1GB મોબાઇલ ડેટાની સાથે અનલિમિટેડ વોઇસ કૉલ ઓફર કરી રહી છે.
199 રૂપિયાવાળા આ રિચાર્જ પેકની વેલિડિટી 28 દિવસની હશે. એરટેલેના 199 રૂપિયાના પેકમાં અનલિમિટેડ લોકલ અને એસડીટી વોઇસ કૉલ બંને હશે. એરટલે 53 રૂપિયા, 60, 88, 149, 199, 349 અને399 રૂપિયાના રિચાર્જ પેકને પણ રિલીઝ કર્યા છે. એરટેલે 199 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં અનલિમિટેડ કૉલ કરવા ઉપરાંત ગ્રાહકો 28 દિવસની અંદર 1 GB સુધી ડેટાનો ઉપયોગ કરી શકે છે. કંપનીએ કહ્યું કે, 349 રૂપિયાના રિચાર્જ કરાવનાર ગ્રાહકોને અનલિમિટેડ લોકલ અને એસટીડી કૉલની સાથે 28 GB નો ડેટા(દરરોજ 1 GB) મળશે. આ રિચાર્જ પ્લાનની વેલિડિટી 28 દિવસની રહેશે. આમ, ગ્રાહકોને રોજ 1GB ડેટા ઉપયોગ કરવા માટે મળશે.
No comments:
Post a Comment