આંબળામાં ઓરેન્જ કરતાં વધારે વિટામીન સી હોય છે. આ ઉપરાંત પણ એમાં ગણા ન્યૂટ્રિએન્ટ્સ હોય છે જે હેલ્થ માટે ફાયદાકારક છે. આંબળાના રસની પોઝિટીવ ઇફેકટ બોડી પર જોવા મળશે. આમ તો આજકાલ બજારમાં આંબળાનો રસ સરળતાથી મળી જાય છે. પરંતુ દ્યરે બનાવેલો જ તાજો આંબળાનો રસ પીવો. એનાથી શરીરને પૂરતો ફાયદો મળે છે.
આંબલાના નાના ટુકડાં કરી લો. એને મિકસરમાં પીસી લો. હવે પીસેલા આંબળાને એક કપડાંમાં નાંખીને ગાળી લો. એમાં પાણી નાંખીને પીવો. આંબળાનો જયુસ પીવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ થાય છે. આ હાર્ટ પ્રોબ્લેમથી બચાવવામાં મદદ કરે છે. આંબળાના જયુસમાં એન્ટી ઇન્ફલેમેટરી પ્રોપર્ટીઝ હોય છે. આ ઘુંટણના દુખાવા સહિત દરેક પ્રકારના સાંધાના દુખાવામાંથી રાહત આપવામાં મદદ કરે છે.એના રસમાં ડાઇયૂરોટિક ગુણ હોય છે. આ યૂરિન રિલેટેડ સમસ્યાથી બચાવવામાં ફાયદાકારક છે.
આ રસમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે. એને પીવાથી પાચનક્રિયા બરોબર રહે છે. કબજિયાત દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે.આંબળાનો જયુસ પીવાથી બોડીના ટોકિસન્સ દૂર થાય છે. એને પીવાથી સ્કીનની ચમક વધે છે. આ વાળને કાળા કરવામાં તેમજ લાંબા કરવામાં મદદ કરે છે.
આ જયુસમાં વિટામીન સી નું પ્રમાણ વધારે હોય છે. આ નબળાઇ દૂર કરવામાં મદદ કરે છે. એને પીવાથી તરત એનર્જી મળે છે. દરરોજ આંબળાનો જયુસ પીવાથી મેટાબોલ્ઝિમ ઇમ્પ્રૂવ થાય છે. એને પીવાથી વજન ઓછું થાય છે.
No comments:
Post a Comment