આઇડીયાએ પોતાના ટેરિફ પ્લાનમાં બદલાવ કર્યો છે. આઇડીયાના 357 રૂપિયાના ટેરિફ પ્લાનમાં બદલાવ કર્યો છે. આઇડીયા હવે આ પ્લાનમાં 2જીબી ડેટા ઉપલબ્ધ કરશે. આઇડીયા 357 રૂપિયાના પ્લાનમાં 2જીબી ડેટા આપી રહ્યું છે જે ટોટલ 56 જીબી ડેટા થાય છે.
આ સિવાય આ પેકમાં અનલિમિટેડ વોઇસ કોલ, નેશનલ રોમિંગ અને દરરોજ 100 એસએમએસ પણ આપી રહી છે. આની વેલિડેટી 28 દિવસની રહેશે. હાલમાં આઇડીયા આ ટેરિફ પ્લાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સર્કિલ માટે લાવી રહ્યું છે. આશા છે કે આ બદલાવ જલ્દી જ દેશમાં લાગુ કરવામાં આવશે.
આ સિવાય જે કસ્ટમર આઇડિયા વેબસાઇટ અથવા એપ દ્વારા રિચાર્જ કરશે તેને 1જીબી ડેટા વધારાનો મળશે. હાલમાં આ પ્લાનમાં તે સિવાયના સર્કિલમાં 1.5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આઇડીયાએ 398 રૂપિયાવાળા પ્લાનમાં પણ બદલાવ કર્યો છે. આ પ્લાનમાં હવે 70 દિવસની વેલિડેટી આપવામાં આવી છે. આ અગાઉ આ પ્લાનની વેલિડિટી માત્ર 35 દિવસ જ હતી.
No comments:
Post a Comment