નવી દિલ્હીઃ જિઓએ હેપ્પી ન્યૂ યર ઓફર અંતર્ગત બે નવા પ્લાન લોન્ચ કર્યા છે. તેમાં હવે યૂઝર્સને માત્ર 199 રૂપિયામાં દૈનિક 1.2 જીબી ડેટા મળશે. એટલે કે કુલ 33.6 જીબી ડેટા મળશે. ઉપરાંત અનલિમિટેડ કોલિંગ અને મેસેજની સુવિધા ફ્રી મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની રહશે.
આ સાથે કંપનીએ બીજો પ્લાન જે રજૂ કર્યો તેની કિંમત 299 રૂપિયા રાખવામાં આવી છે. આ પ્લાનમાં યુઝર્સને રોજ 2 GB ડેટા મળશે આ ઉપરાંત અનલિમિટેડ કોલ અને મેસેજની સુવિધા ફ્રી મળશે. આ પ્લાનની વેલિડિટી પણ 28 દિવસની રહેશે. બંને પ્લાનમાં રોજની લિમિટ પૂર્ણ થયા બાદ ઈન્ટરનેટ અનલિમિટેડ ચાલતા રહેશે પરંતુ તેની સ્પીડ ઘટીને 128kbps થઈ જશે.
આ પ્લાનમાં યુઝર્સને 28 દિવસની વેલિડિટી મળશે. આ સાથે 28 દિવસ સુધી અનલિમિટેડ ઈન્ટરનેટ અને કોલિંગની સુવિધા મળશે. પરંતુ શરત એટલી છે કે યુઝર્સને રોજ હાઈ સ્પીડ માત્ર 0.15 GB ડેટા સુધી જ મળશે. એટલે કે સાત દિવસમાં 4.20 GB ડેટા મળશે. રોજ હાઈ સ્પીડ ખતમ થઈ ગયા બાદ ડેટાની સ્પીડ ઘટી જશે.
No comments:
Post a Comment