EXAM TIME

U can any thing if u wish

Wel come to pratham khimsuriya's blog-EXAM TIME For education updates add my number 8866090846

Friday, 15 December 2017

ઘરમાં રાખો માત્ર 2 વસ્તુ, આજુ બાજુ પણ નહી આવે ડેન્ગ્યું, ચીકનગુનિયા, મેલેરિયા ના મચ્છર


ડેન્ગ્યું, ચીકનગુનિયા, મેલેરિયા અને વાયરલ તાવ આજકાલના સમયમાં ખુબ ઝડપથી વધનારી બીમારીઓ થઇ ગઈ છે.

દેશ આખામાં ઘણા લોકો આ બીમારીઓ ની ઝપટમાં છે. પરિસ્થિતિ એ છે કે ઘણા લોકોના આ બીમારીઓના કારણે મૃત્યુ પણ થઇ ગયા છે. આજની સ્થિતિ એવી છે કે ભારતના ઘણા રાજ્યો તેની ઝપટમાં આવી ગયા છે, ખાસ કરીને રાજધાની દિલ્હી. આ રોગ મચ્છર કરડવાથી થાય છે. ડેન્ગ્યું વિષે સૌથી મહત્વની વાત એ છે કે તેના મચ્છર દિવસના સમયે કરડે છે અને આ મચ્છર ચોખ્ખા પાણીમાં ઉછરે છે. ડેન્ગ્યું દરમિયાન રોગીના સાંધા અને માથાના ખુબ દુઃખાવો થાય છે અને મોટા લોકો ના પ્રમાણમાં નાના બાળકોમાં તે વધુ ઝડપથી ફેલાય છે.

ડેન્ગ્યું તાવમાં ઉલટીઓ થાય છે અને સાથે જ પ્લેટલેટ્સ ને ઝડપથી નીચે લાવવું સામાન્ય ચિન્હ હોય છે. જો તેનો ઈલાજ વહેલા ન કરવામાં આવે તો તે જીવલેણ પણ બની શકે છે. ડેન્ગ્યુંના ઇલાજમાં હમેશા મોંઘી હોસ્પિટલની પસંદગી કરીએ છીએ. પણ જો તમને અંગ્રેજી દવાઓ થી કઈ ખાસ અસર નથી જણાતી તો તમે સાથે સાથે ઘરગથ્થું નુસખા પણ અપનાવી શકો છો. અમે તમને થોડી એવી ટીપ્સ જણાવી રહ્યા છીએ જેને અપનાવીને તમે ડેન્ગ્યું થી છુટકારો મેળવી શકો છો.

આપણા ઘરમાં તુલસી નો છોડ જરૂર લગાવો. તુલસીની સુગંધ માત્ર થી ડેન્ગ્યું મચ્છર દુર ભાગે છે. ઘર અને ઘરની આજુ બાજુ ક્યાય પણ પાણી જમા ન થવા દો. ધ્યાન રાખશો કે ડેન્ગ્યું મચ્છર મોટાભાગે ચોખ્ખા પાણીમાં જ થાય છે. સાથે જ ચોખ્ખાઈ સફાઈ નું પણ ધ્યાન આપો. એટલે ક્યાય પણ પાણી નાં ભરાવા દો

સવાર અને સાંજે નિયમિત જંતુનાશક દવાઓનો ઉપયોગ કરો. ઘણી વખત આપણને ડેન્ગ્યું મચ્છર દેખાતા નથી પણ તેના ઈંડા પાણીમાં છુપાયેલા હોય છે. જે મોટા થઈને ડેન્ગ્યું બને છે. તેથી જંતુનાશક નો ઉપયોગ કરો. પણ એનાથી વધુ સારું છે ઘર માં કે આસપાસ ક્યાય પણ પાણી ભરાયેલું નાં રહે તેનું ધ્યાન રાખો.

ઘરમાં 24 કલાક મચ્છર ભગાડવા માટે ફોઈલ નો ઉપયોગ કરો. પોતે પણ અને બાળકોને પણ આખી બાયના કપડા પહેરવાની સલાહ આપો અને રાત્રે સુતી વખતે મચ્છરદાની નો ઉપયોગ કરો. દિવસના સમયે વધુ સાવચેત રહો.

જો કોઈ ઘરમાં આવો તો સૌથી પહેલા તેને હાથ પગ ધોવાની સલાહ આપો. ત્યાર પછી જ તેને ચા માટે પૂછો અને હાથ મિલાવો.

No comments: