તારીખ 1 જાન્યુઆરી 2018થી મોબાઇલ નંબરને આધારકાર્ડ સાથે જોડવા માટેની સુવિધા ઘેર બેઠાં મળી રહેશે. ટેલિકોમ વિભાગે ફોરેન નેશનલ, એનઆરઆઈ, સિનિયર સિટીઝન, દિવ્યાંગો અને આધાર રજિસ્ટર સબસ્ક્રાઇબર માટે મોબાઇલ નંબરને આધારકાર્ડ સાથે લિંક કરવા પ્રોસિજર જાહેર કરી છે.
આઈવીઆરએસ અંતર્ગત સૌપ્રથમ સીમકાર્ડ પ્રોવાઇડર કંપનીઓ તરફથી આપેલા નંબર પર કોલ કરવામાં આવશે, જેમાં ભાષાની પસંદગી કર્યા બાદ ગ્રાહકે પોતાનો આધારનંબર આપવો પડશે, જેના પર ટેલિકોમ કંપની આ ડિટેલ યુઆઈડીએઆઈને મોકલશે, ત્યાર બાદ આધાર નંબર વેરિફાઇ થયા બાદ યૂઝરને ઓટીપી મળશે. ઓટીપી મળ્યા બાદ પ્રક્રિયા શરૃ થશે અને ૨૪ કલાકમાં ટેલિકોમ કંપની તરફથી ગ્રાહકને લિંકનો મેસેજ આવશે.
70 વર્ષથી વધુ ઉંમર ધરાવતાં સિનિયર સિટીઝન માટે રી વેરિફિકેશન પ્રોસિજર શરૂ થશે, જે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દેવામાં સક્ષમ નથી તેમજ દિવ્યાંગ છે. તેઓ માટે આ પ્રક્રિયા ઉપયોગી બની રહેશે. અત્યાર સુધી ટેલિકોમ કંપનીના સ્ટોરમાં જઈને મોબાઇલ નંબર સાથે જરૃરી વેરિફિકેશન બાદ આ લિંક મળતી હતી.
વિદેશીઓએ આ પ્રક્રિયા અનુસરવી પડશે
એનઆરઆઈ તેમજ વિદેશી લોકોને મોબાઇલ નંબર સાથે આધારકાર્ડ લિંક કરાવવા માટે મુશ્કેલી ઊભી થઈ હતી. એનઆરઆઈ તેમજ વિદેશીઓ પાસે આધારકાર્ડ હોતું નથી. આ કેસમાં એનઆરઆઈ કે વિદેશીઓએ જે તે ટેલિકોમ સ્ટોરમાં જઈને પોતાના પાસપોર્ટની માહિતી આપવાની રહેશે. જોકે, આધારકાર્ડ માટેની ઓનલાઇન લિંક ટૂંક સમયમાં શરૃ કરવામાં આવશે.
No comments:
Post a Comment