સ્થૂળ શરીર કોઈપણ વ્યક્તિને ગમતું નથી, એટલે જ તો જે લોકો સ્થૂળતાથી પીડિત છે તેઓ સતત પ્રયત્ન કરે છે કે તેમનું વધેલું વજન ઝડપથી ઘટી જાય. વજન ઘટાડવા માટે લોકો દવાઓથી લઈ જીમમાં જઈ મહેનત કરવા સુધીનું કષ્ટ ઉપાડે છે. જો કે આટલી મહેનત કરવાને બદલે વજન ઘટાડવા માટે ઘરમાંથી જ મળતી ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરીને પણ વજનમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે. કઈ કઈ છે આ વસ્તુઓ અને કેવી રીતે કરવો તેનો ઉપયોગ જાણી લો આજે.
લસણની 2 કળીની પેસ્ટ કરી તેમાં 1 ચમચી મધ ઉમેરી અને હુંફાળા ગરમ પાણી સાથે પીવાથી વજન નિયંત્રણમાં રહે છે. આ બે વસ્તુ રોજ પીવાથી પેટની ચરબી ઝડપથી ઘટે છે.
છાસમાં 1 ચમચી મધ ઉમેરીને પીવાથી શરીરની પાચનક્રિયા સુધરે છે. શરીરમાંથી યોગ્ય રીતે ચરબી બળવાથી વધેલું વજન ઝડપથી ઘટે છે.
એક ગ્લાસ દૂધીના રસમાં 1 ચમચી મધ ઉમેરવું અને આ જ્યૂસ રોજ સવારે પી લેવું. આ જ્યૂસ પણ વધેલા વજનને નિયંત્રણમાં રાખે છે. તેનાથી પેટની ચરબી ઝડપથી ઘટે છે.
એક ગ્લાસ પાણીમાં તજનો એક ટુકડો ઉમેરી અને ઉકાળી લેવું. આ પાણીને 1 ચમચી મધ સાથે પી લેવું. 1 મહિના સુધી આ પાણી પીવાથી વજનમાં ઘટાડો થઈ જશે.
એક હુંફાળા ગરમ પાણીમાં એક લીંબુ અને 1 ચમચી મધ ઉમેરી અને રોજ સવારે પી જવું. તેનાથી પેટ પર જામેલી ચરબી ઝડપથી ઘટે છે.
રોજ દૂધમાં ખાંડને બદલે મધ ઉમેરીને પીવાથી પણ લાભ થાય છે. મધવાળું દૂધ પીવાથી શરીરનું મેટાબોલીઝમનું સ્તર સુધરે છે.
No comments:
Post a Comment