EXAM TIME

U can any thing if u wish

Wel come to pratham khimsuriya's blog-EXAM TIME For education updates add my number 8866090846
Showing posts with label Health tips. Show all posts
Showing posts with label Health tips. Show all posts

Friday, 22 December 2017


સ્મોકિંગ અને ડાયાબિટીઝ બન્નેનું કોમ્બિનેશન ઘણું જ ઘાતક સાબિત થાય છે. આ બન્ને પ્રોબ્લેમ એકસાથે નસોની હેલ્થ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આંકડાઓ મુજબ ડાયાબિટીઝનો દર્દી સ્મોકિંગ કરતો હોય તો તેના નાની ઉંમરમાં થતા મૃત્યુનું રિસ્ક બમણું થઈ જાય છે.
આમ, જો તમે પહેલાં સ્મોકિંગ કરતા હોવ કે તમાકુ ખાતા હોવ તો પણ એક વખત ડાયાબિટીઝના નિદાન પછી પહેલું કામ તમારે સ્મોકિંગ કે તમાકુ છોડવુ પડે. આ માટે પ્રોફેશનલ હેલ્પ લેવી પડે તો અચકાશો નહીં. આમ, જ્યારે તમને ડાયાબિટીઝ છે ત્યારે કાર્બોહાઇડ્રેટ્સની પસંદગી હંમેશાં યોગ્ય હોવી જરૂરી છે.
તમને જણાવી દઇએ કે, ડાયાબિટીઝના દર્દીઓ સમજ્યા-વિચાર્યા વગર ભાત કે રોટલી ખાવાનું છોડી દેતા હોય છે તો ઘણા એનાથી ઊલટું એ બાબતે ધ્યાન જ નથી આપતા અને બેફામ મેંદાની બેકરી-આઇટમ્સ ખાતા હોય છે. કાર્બ્સ એ શરીરની જરૂરિયાત છે. શરીરને એનર્જી એમાંથી જ મળે છે, પરંતુ મેંદા જેવા સિમ્પલ કાર્બોહાઇડ્રેટ્સ શરીરને ચોક્કસ નુકસાન કરે છે. જ્યારે જુવાર, બાજરો, નાચણી જેવા કોમ્પ્લેક્સ કાર્બ્સ તમને મદદરૂપ થાય છે. રોટલીને શાક જ ફક્ત ખાઈએ એના કરતાં રોટલી, શાક-દાળ ખાઈએ તો એ કોમ્પ્લેક્સ કાર્બ્સ કહેવાશે. ખાસ કરીને અનાજ અને કઠોળ કે દાળનું મિશ્રણ કોમ્પ્લેક્સ કાર્બસ કહેવાય છે જે વ્યક્તિને ડાયાબિટીઝમાં મદદરૂપ બને છે એ જ પસંદ કરવા જોઈએ.

Thursday, 21 December 2017


હકલાપણું અને તોતડાપણા એવી ગંભીર સમસ્યા છે જે સારા ભલા વ્યક્તિત્વના ધણા માણસની પર્સનાલીટી નો સત્યાનાશ કરી દે છે. આત્મવિશ્વાસ ની એવી મશ્કરી થાય છે કે હકલાવા વાળો માણસ સમાજથી અતડો અતડો રહેવા લાગે છે. હકલાપણું અને તોતડાપણા બન્ને જુદી જુદી સમસ્યાઓ છે.

હકલાપણા માં વ્યક્તિ બોલતા બોલતા અટકી જાય છે અને તોતલાપણા માં શબ્દોનું ઉચ્ચારણ સ્પષ્ટ નથી થઇ શકતું જેમ કે “ર” ને “લ” અથવા “ડ” બોલવું વગેરે. તે બન્ને ઉપરાંત એક બીજી સમસ્યા હોય છે જેમાં બોલતા સમયે મોઢામાંથી હવાનું પ્રેશર નીકળતું રહે છે અને ક્યારેક ક્યારેક સામે વાળા ઉપર થૂક પણ ઉડી જાય છે, આવું જીભ મોટી થવાને કારણે થઇ જાય છે.

આ બધી સમસ્યાઓને કારણે ખુબ જ તકલીફ તો થાય જ છે અને કોઈ સારો ઉકેલ પણ નથી મળી શકતો. કોઈ કહે છે કે મીઠાના કોગળા કરો તો કોઈ સલાહ આપે છે કે સ્પીચ થેરોપી લઇ લો. પણ આ સમસ્યાઓનો સાચો ઉપાય છુપાયો છે તજ માં.

તજ નું તેલ અને તજની છાલ બન્ને વસ્તુ આ સમસ્યા માટે ઉપયોગ કરી શકાય છે. દિવસમાં બે વખત તજ ના તેલ ને જીભ ઉપર લેપ કરવાથી તોતડા પણું અને મોટી જીભ માં લાભ મળે છે. જો કે તજ ની છાલ ના નાના નાના ટુકડા જીભ ઉપર મુકીને ચૂસતા રહેવાથી અને લાળ ને ગટકતા રહેવાથી હકલાવા ની સમસ્યા માં લાભ મળે છે અને તે પણ મોટી જીભ ની તકલીફમાં ફાયદો કરે છે.

આંબળા:

દરરોજ આંબળા નું સેવન કરવાથી હકલાવા ની સમસ્યા માં ફાયદો થાય છે. ૨ મહિના સુધી દરરોજ ૧ આંબડુ ખાઈ જાયો, કે પછી એક ચમચી આંબળા પાવડર સાથે એક ચમચી ગાય નું ઘી લો તેનાથી પણ હ્ક્લવા ની સમસ્યા માં ફાયદો થાય છે.

બદામ:

હક્લવાના અને તોતડાપણા માં 5 જેટલી બદામ રાત્રે પલાળી ને સવારે છાલ ઉતારી ને પીસી દો પછી બદામ અને સાથે 30 ગ્રામ જેટલું માખણ સાથે ખાયો આને દરરરોજ નિરંતર કરવાથી હકલાવા ની સમસ્યા માં ઘણો ફાયદો થશે તમે બદામ ના બદલે કાળા મરી પણ માખણ સાથે ખાઈ શકો છો એના માટે એક ચમચી માખણ સાથે એક ચપટી કાળામરી નો પાવડર સવારે ખાયો

આ પ્રયોગ સાથે જો થોડું સ્પષ્ટ અને સતત બોલવાનો અભ્યાસ કરવામાં આવે તો એટલો સારો લાભ થાય છે કે બોલવા વાળાને પોતાને પોતાના ઉપર વિશ્વાસ નથી હોતો કે હું આટલું સ્પષ્ટ અને એકધારું પણ બોલી શકું છે.

તો જો તમને કે તમારા કોઈ પરિચિતને આમાંથી કોઈ સમસ્યા હોય તો આ સરળ પ્રયોગો જરૂર અજમાવો.





વાળ શા માટે હોય છે સફેદ? વાળમાં મેલનિન નામનો પિગ્મેંટ હોય છે. જે ઉંમરની સાથે ઓછા થવા લાગે છે. જેનાથી વાળ સફેદ થાય છે પણ કેટલાક લોકોના વાળ ઉંમરથી પહેલા જ બનતા બંદ થઈ જાય છે. જેનાથી ઓછી ઉંમરમાં જ વાળ સફેદ થઈ જાય છે. સફેદ વાળને કાળા કરવાના ટિપ્સ સફેદ વાળને કાળા કરવા માટે કેટલાક ઉપાય અજમાવો. તેનાથી વાળને નુકસાન પણ નહી થાય. આજે અમે તમને કેટલાક એવા જ ઘરેલૂ ઉપાય જણાવે છે જે વાળને ફરીથી કાળા કરવામાં ખૂબ કારગર છે.
ડુંગળીનો રસ ડુગળીના રસમાં લીંબૂ મિકસ કરી વાળના મૂળમાં લગાવો. ૧૦ મિનિટ એમજ રહેવા દો. પછી માથાને ધોઈ લો. લીલી મેહંદી અને મેથી લીલી મેહંદી એટલે કે હીના પાઉડરને મેથીની સાથે મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો. તેમાં નારિયેળ તેલ પણ મિક્સ કરો. તેનાથી વાળની મસાજ કરો. તમે ઈચ્છો તો મેથી દાણા પાઉડરનો પણ ઉપયોગ કરી શકો છો.
ચાપત્તી અઠવાડિયામાં બે વાર ચાપત્તીના પાણીથી ધોવું. તેનાથી વાળ મજબૂત, કાળા અને નરમ થશે. તમે કૉફીનો ઉપયોગ પણ કરી શકો છો. દૂધી અને જેતૂનનો તેલ દૂધીના રસમાં જેતૂનનો તેલ મિક્સ કરી વાળમાં મસાજ કરો. અડધા કલાક પછી વાળને ધોઈ લો. આમળા અને તુલસી આમળા અને તુલસીના પાનને વાટીને લગાવો.

જીમમાં ગયા વગર સરળ રીતે વજન ઓછુ કરવુ છે? તો ફોલો કરો આ ટિપ્સ
અત્યારના સમયે મહિલાઓનું જીવન પણ ફક્ત પરિવાર અને ઘર પૂરતું રહ્યું નથી. મહિલાઓ અત્યારે ઘરની સાથે પોતાના કરિયર પણ ધ્યાન આપે છે. ઘર અને ઓફિસ સંભાળવાની સાથે મહિલાઓ પોતાના શરીર પર ધ્યાન આપી શક્તી નથી. તેના કારણે તેઓનું વજન વધી જાય છે. જો કે ઘણી બધી મહિલાઓનું જીવન બેઠાડું બની ગયું છે, જેમાં તેઓ શારીરિક શ્રમ નહીં માનસિક શ્રમ વેઠવાનો થાય છે, તેના કારણે તેઓના શરીરમાં અનેક બીમારીઓ તો ઘર કરે છે, પરંતુ સાથે વજનમાં પણ વધારો થાય છે. આમ, જો તમે તમારું વજન ઓછુ કરવા ઇચ્છતા હોવ તો આજથી જ ફોલો કરો આ ટિપ્સ…
સવારે નાસ્તો કરો
મહિલાઓ પોતે જાડી થઇ ગઇ માનીને સવારે નાસ્તો કરવાનું ટાળે છે, પરંતુ સવારે નાસ્તો કરવો તે આખા દિવસનું એનર્જીનું કામ કરે છે. તેથી સવારે ભરપેટ નાસ્તો કરો તેનાથી તમારું વજન નહીં વધે.
ચા નહીં પણ જ્યૂસ પીવો
સવારે ચા કે કોફીની આદત હોય તો તે આદત તમે છોડો, અને સીઝનના તાજા ફળોનો જ્યૂસ પીવાનું શરૂ કરો. તેનાથી તમને તાકાત મળશે, આખો દિવસ ફ્રેશ રહેશો. જ્યૂસ વજન ઘટાડવામાં મદદ કરશે.
ભૂખ્યા રહેવાથી પણ વજનમાં વધારો થઇ શકે
મહિલાઓ પોતાના ખોરાકની માત્રા પોતાના વજનને આધારે અથવા તે જાડી ન થઇ જાય તેનું ધ્યાન રાખીને કરે છે. પરંતુ પોતે જે પ્રમાણે શ્રમ કરતી હોય તે પ્રમાણે ખોરાક લેવો જરૂરી છે. થોડા થોડા સમયના અંતરે ખોરાક લેવો જરૂરી છે. મહિલાઓ વજન વધવાના કારણે ભૂખ મારતી હોય છે, તેમને ખબર નથી હોતી કે ભૂખ્યા રહેવાથી પણ વજનમાં વધારો થઇ શકે છે. તેથી ખોરાક થોડા સમયાંતરે લેવાનું રાખવું અને ભૂખ હોય તે પ્રમાણે ખોરાક લેવો.
ફૂડ પેકેટથી દૂર રહો
જ્યારે પણ ભૂખ લાગે ત્યારે મોટાભાગે વ્યક્તિ ફૂડ પેકેટ ખાઇ લઇને તે સમયે પોતાની ભૂખને સંતોષે છે, પરંતુ ફૂડ પેકેટ વજનમાં વધારો કરે છે, સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. ભૂખ લાગે ત્યારે ફૂડ પેકેટ ન ખાતાંને હેલ્ધી નાસ્તો ખાવો, તેમાં તમે દહીં, નટ્સ, ફળ, સલાડ વગેરે ખાઇ શકો છો, તેનાથી તમારા વજનમાં પણ વધારો નહીં થાય સાથે તમારી ભૂખ સંતોષાશે.
રોજનું 30 મિનિટ વોકિંગ
વહેલી સવારે અથવા રાત્રે 30 મિનિટ વોકિંગ કરવું જરૂર જોઇએ, તેનાથી શરીર સ્વસ્થ રહેશે.


સ્થૂળ શરીર કોઈપણ વ્યક્તિને ગમતું નથી, એટલે જ તો જે લોકો સ્થૂળતાથી પીડિત છે તેઓ સતત પ્રયત્ન કરે છે કે તેમનું વધેલું વજન ઝડપથી ઘટી જાય. વજન ઘટાડવા માટે લોકો દવાઓથી લઈ જીમમાં જઈ મહેનત કરવા સુધીનું કષ્ટ ઉપાડે છે. જો કે આટલી મહેનત કરવાને બદલે વજન ઘટાડવા માટે ઘરમાંથી જ મળતી ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરીને પણ વજનમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે. કઈ કઈ છે આ વસ્તુઓ અને કેવી રીતે કરવો તેનો ઉપયોગ જાણી લો આજે.
લસણની 2 કળીની પેસ્ટ કરી તેમાં 1 ચમચી મધ ઉમેરી અને હુંફાળા ગરમ પાણી સાથે પીવાથી વજન નિયંત્રણમાં રહે છે. આ બે વસ્તુ રોજ પીવાથી પેટની ચરબી ઝડપથી ઘટે છે.
છાસમાં 1 ચમચી મધ ઉમેરીને પીવાથી શરીરની પાચનક્રિયા સુધરે છે. શરીરમાંથી યોગ્ય રીતે ચરબી બળવાથી વધેલું વજન ઝડપથી ઘટે છે.
એક ગ્લાસ દૂધીના રસમાં 1 ચમચી મધ ઉમેરવું અને આ જ્યૂસ રોજ સવારે પી લેવું. આ જ્યૂસ પણ વધેલા વજનને નિયંત્રણમાં રાખે છે. તેનાથી પેટની ચરબી ઝડપથી ઘટે છે.
એક ગ્લાસ પાણીમાં તજનો એક ટુકડો ઉમેરી અને ઉકાળી લેવું. આ પાણીને 1 ચમચી મધ સાથે પી લેવું. 1 મહિના સુધી આ પાણી પીવાથી વજનમાં ઘટાડો થઈ જશે.
એક હુંફાળા ગરમ પાણીમાં એક લીંબુ અને 1 ચમચી મધ ઉમેરી અને રોજ સવારે પી જવું. તેનાથી પેટ પર જામેલી ચરબી ઝડપથી ઘટે છે.
રોજ દૂધમાં ખાંડને બદલે મધ ઉમેરીને પીવાથી પણ લાભ થાય છે. મધવાળું દૂધ પીવાથી શરીરનું મેટાબોલીઝમનું સ્તર સુધરે છે.