EXAM TIME

U can any thing if u wish

Wel come to pratham khimsuriya's blog-EXAM TIME For education updates add my number 8866090846

Tuesday, 12 December 2017

ગુજરાતના નવા મુખ્યમંત્રી બનશે આ વ્યક્તિ,જાણો કોણ છે ચર્ચામાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન તાજેતરમાં પૂર્ણ થયું અને 14 તારીખે બીજા તબક્કાનું મતદાન યોજવાનું છે. ત્યારે આજે 5 વાગ્યાથી ચૂંટણીનો જાહેર પ્રચાર બંધ થશે ત્યારે સૂત્રો પાસેથી એક સમાચાર ધ્યાને આવ્યા હતા કે જો ગુજરાતમાં ભાજપની સરકાર બનશે તો કોણ થશે મુખ્યમંત્રી બનશે.
ગુજરાત ભાજપના મિશન 150 ની વાત કરીએ તો કદાચ આ મિશન પૂર્ણ ના થાય અને 100 સીટ મળે અને જો ગુજરાતમાં ભાજપ ફરી સત્તા પર આવે તો નવા મુખ્યમંત્રી તરીકે વજુભાઇ વાળનું નામ દિલ્હીના હાઈ કમાન્ડ દ્વારા પસંદ કરવામાં આવેલ છે તેવી માહિતી સુત્રી દ્વારા તાજેતરમાં ધ્યાને આવી હતી.
આ નિર્ણયના સંદર્ભમાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાને કર્ણાટકની પડતર ફાઈલોનો નિકાલ કરી દેવાનું સૂચન કરવામાં આવ્યું છે.
ઉલ્લખનીય છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન થતા ખાલી પડેલ ગુજરાતની ગાદીમાટે પ્રબળ દાવેદાર વજુભાઇનું નામ ચર્ચામાં હતું.
પરંતુ તેમને તાત્કાલિક અસરથી કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. પરંતુ તાજેતરમાં ગુજરાતમાં કથળેલી સ્થતિને જોઈને હવે પછીના મુખ્યપ્રધાન તરીકે વજુભાઇ વાળાને પસંદ કરવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

No comments: