EXAM TIME

U can any thing if u wish

Wel come to pratham khimsuriya's blog-EXAM TIME For education updates add my number 8866090846

Tuesday, 12 December 2017

પાનકાર્ડ સાથે આધાર લિંક કરવાની સમયમર્યાદા વધારાઇ, આ રીતે કરો આધાર લિંક

પાનકાર્ડ સાથે આધારકાર્ડને લિંક કરવાની સમયમર્યાદા સરકારે વધારી છે. સરકારે આ સમયમર્યાદા વધારીને 31 માર્ચ 2017 કરી દીધી છે. પાનકાર્ડ સાથે આધાર લિંક કરવાની સમયમર્યાદા ત્રીજી વખત વધારવામાં આવી છે. કેન્દ્ર સરકાર પહેલાંજ સુપ્રિમ કોર્ટને કહી ચુકી છે કે તે વિભિન્ન સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ વધારીને 31 માર્ચ 2018 કરવા માટે તૈયાર છે. જો તમે તમારા પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવા માંગતા હોય તો નીચેના સ્ટેપ્સ ફોલો કરો.

આ રીતે કરો પાનકાર્ડ સાથે આધાર લિંક
આધાર નંબરને પાનકાર્ડ સાથે લિંક કરવા માટે સૌપ્રથમ ઇ-ફાઇલિંગની વેબસાઇટ
(https://incometaxindiaefiling.gov.in/) પર જાઓ.
-જો તમે પહેલી વાર આ વેબસાઇટ પર જઇ રહ્યાં છો તો સૌપ્રથમ Register Here પર ક્લિક કરો. ત્યારબાદ પાનકાર્ડની વિગતો આપીને આટીપી વેરિફિકેશન પછી પાસવર્ડ બનાવી લો. ત્યારબાદ લોગઇન કરો.
-જો તમારી પાસે પહેલાંથી જ એકાઉન્ટ હોય તો ફક્ત Login Here પર ક્લિક કરો
-યૂઝર આઇડીમાં તમારો પાન નંબર નાંખો. ત્યારબાદ પાસવર્ડ અને કૈપચા કોડ નાંખો. અંતમાં Login પર ક્લિક કરો.

-ત્યારબાદ એર પોપએપ વિન્ડો સામે આવશે, જેમાં તમને આધાર નંબર લિંક કરવાનું કહેવામાં આવશે. ત્યારબાદ તેમાં આધાર નંબર નાંખો અને પછી કૈપચા કોડ નાંખો. અંતે Link now પર ક્લિક કરો.
-જો તમને પોપઅપ વિન્ડો ન દેખાય તો પણ તમે સરળતાથી બંને નંબર લિંક કરી શકો છો. તે માટે ટોપ મેનૂમાં રહેલા પ્રોફાઇલ સેટિંગ્સમાં જઇને Link aadhaar પર ક્લિક કરો.

  • -ત્યારબાદ પોતાનો આધારનંબર નાંખો અને પછી Save પર ક્લિક કરો.

No comments: