જીમમાં ગયા વગર સરળ રીતે વજન ઓછુ કરવુ છે? તો ફોલો કરો આ ટિપ્સ
અત્યારના સમયે મહિલાઓનું જીવન પણ ફક્ત પરિવાર અને ઘર પૂરતું રહ્યું નથી. મહિલાઓ અત્યારે ઘરની સાથે પોતાના કરિયર પણ ધ્યાન આપે છે. ઘર અને ઓફિસ સંભાળવાની સાથે મહિલાઓ પોતાના શરીર પર ધ્યાન આપી શક્તી નથી. તેના કારણે તેઓનું વજન વધી જાય છે. જો કે ઘણી બધી મહિલાઓનું જીવન બેઠાડું બની ગયું છે, જેમાં તેઓ શારીરિક શ્રમ નહીં માનસિક શ્રમ વેઠવાનો થાય છે, તેના કારણે તેઓના શરીરમાં અનેક બીમારીઓ તો ઘર કરે છે, પરંતુ સાથે વજનમાં પણ વધારો થાય છે. આમ, જો તમે તમારું વજન ઓછુ કરવા ઇચ્છતા હોવ તો આજથી જ ફોલો કરો આ ટિપ્સ…
સવારે નાસ્તો કરો
મહિલાઓ પોતે જાડી થઇ ગઇ માનીને સવારે નાસ્તો કરવાનું ટાળે છે, પરંતુ સવારે નાસ્તો કરવો તે આખા દિવસનું એનર્જીનું કામ કરે છે. તેથી સવારે ભરપેટ નાસ્તો કરો તેનાથી તમારું વજન નહીં વધે.
ચા નહીં પણ જ્યૂસ પીવો
સવારે ચા કે કોફીની આદત હોય તો તે આદત તમે છોડો, અને સીઝનના તાજા ફળોનો જ્યૂસ પીવાનું શરૂ કરો. તેનાથી તમને તાકાત મળશે, આખો દિવસ ફ્રેશ રહેશો. જ્યૂસ વજન ઘટાડવામાં મદદ કરશે.
ભૂખ્યા રહેવાથી પણ વજનમાં વધારો થઇ શકે
મહિલાઓ પોતાના ખોરાકની માત્રા પોતાના વજનને આધારે અથવા તે જાડી ન થઇ જાય તેનું ધ્યાન રાખીને કરે છે. પરંતુ પોતે જે પ્રમાણે શ્રમ કરતી હોય તે પ્રમાણે ખોરાક લેવો જરૂરી છે. થોડા થોડા સમયના અંતરે ખોરાક લેવો જરૂરી છે. મહિલાઓ વજન વધવાના કારણે ભૂખ મારતી હોય છે, તેમને ખબર નથી હોતી કે ભૂખ્યા રહેવાથી પણ વજનમાં વધારો થઇ શકે છે. તેથી ખોરાક થોડા સમયાંતરે લેવાનું રાખવું અને ભૂખ હોય તે પ્રમાણે ખોરાક લેવો.
ફૂડ પેકેટથી દૂર રહો
જ્યારે પણ ભૂખ લાગે ત્યારે મોટાભાગે વ્યક્તિ ફૂડ પેકેટ ખાઇ લઇને તે સમયે પોતાની ભૂખને સંતોષે છે, પરંતુ ફૂડ પેકેટ વજનમાં વધારો કરે છે, સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. ભૂખ લાગે ત્યારે ફૂડ પેકેટ ન ખાતાંને હેલ્ધી નાસ્તો ખાવો, તેમાં તમે દહીં, નટ્સ, ફળ, સલાડ વગેરે ખાઇ શકો છો, તેનાથી તમારા વજનમાં પણ વધારો નહીં થાય સાથે તમારી ભૂખ સંતોષાશે.
રોજનું 30 મિનિટ વોકિંગ
વહેલી સવારે અથવા રાત્રે 30 મિનિટ વોકિંગ કરવું જરૂર જોઇએ, તેનાથી શરીર સ્વસ્થ રહેશે.
No comments:
Post a Comment