EXAM TIME

U can any thing if u wish

Wel come to pratham khimsuriya's blog-EXAM TIME For education updates add my number 8866090846

Wednesday, 20 December 2017

જાણો ખાલી પેટ પાણી પીવાથી મળે છે આ ફાયદા



-પાણી પીવું ખૂબ જ જરૂરી છે. એનાથી શરીરના ઝેરી પદાર્થો બહાર  નિકળી  જાય છે અને  બીમારીઓ પણ દૂર થાય છે. દિવસની શરૂઆત સવારે એક ગ્લાસ પાણીથી કરવામાં આવે તો દિવસ સારો પસાર થાય છે. એ વાતનું ધ્યાન રાખો કે સવારે પાણી  પીવાના એક કલાક  બાદ કંઇ ખાશો નહીં અને આખો દિવસ 8-10 ગ્લાસ પાણી જરૂરથી પીવો. 
- સવારે ખાલી પેટ 1 ગ્લાસ પાણી પીવાથી પેટ સાફ થઇ જાય છે. એનાથી શરીર પોષક તત્વ સરળતાથી ગ્રહણ કરી લે છે અને પાચન ક્રિયા પણ સારી રહે છે. 
- સ્કીનને ચમકદાર બનાવવા માટે પણ પાણી ખૂબ જ જરૂરી છે. એનાથી લોહી સાફ થાય છે અને સ્કીનથી જોડાયેલી પરેશાનીઓ પણ દૂર થાય છે. 
- સવારના સમયે ખાલી પેટ પાણી પીવાથી શરીરનું મેટાબોલિઝ્મ વધે છે. જેનાથી વધારાની ચરબી પીગળવા લાગે છે અને મેદસ્વિતા ઓછી થવા લાગે છે. 
- પાણીનું સેવન કરવાથી પેટ સાફ રહે છે, પાચન ક્રિયા સારી થવાથી ભૂખ વધવા લાગે છે. 
- ખાલી પેટ પાણીનું સેવન કરવાથી ડાયરિયા, કિડનીથી જોડાયેલી પરેશાનીઓ, માથાના દુખાવો, પેટનો ગેસ વગેરે બીમારીઓ દૂર રહે છે. 

No comments: