હકલાપણું અને તોતડાપણા એવી ગંભીર સમસ્યા છે જે સારા ભલા વ્યક્તિત્વના ધણા માણસની પર્સનાલીટી નો સત્યાનાશ કરી દે છે. આત્મવિશ્વાસ ની એવી મશ્કરી થાય છે કે હકલાવા વાળો માણસ સમાજથી અતડો અતડો રહેવા લાગે છે. હકલાપણું અને તોતડાપણા બન્ને જુદી જુદી સમસ્યાઓ છે.
હકલાપણા માં વ્યક્તિ બોલતા બોલતા અટકી જાય છે અને તોતલાપણા માં શબ્દોનું ઉચ્ચારણ સ્પષ્ટ નથી થઇ શકતું જેમ કે “ર” ને “લ” અથવા “ડ” બોલવું વગેરે. તે બન્ને ઉપરાંત એક બીજી સમસ્યા હોય છે જેમાં બોલતા સમયે મોઢામાંથી હવાનું પ્રેશર નીકળતું રહે છે અને ક્યારેક ક્યારેક સામે વાળા ઉપર થૂક પણ ઉડી જાય છે, આવું જીભ મોટી થવાને કારણે થઇ જાય છે.
આ બધી સમસ્યાઓને કારણે ખુબ જ તકલીફ તો થાય જ છે અને કોઈ સારો ઉકેલ પણ નથી મળી શકતો. કોઈ કહે છે કે મીઠાના કોગળા કરો તો કોઈ સલાહ આપે છે કે સ્પીચ થેરોપી લઇ લો. પણ આ સમસ્યાઓનો સાચો ઉપાય છુપાયો છે તજ માં.
તજ નું તેલ અને તજની છાલ બન્ને વસ્તુ આ સમસ્યા માટે ઉપયોગ કરી શકાય છે. દિવસમાં બે વખત તજ ના તેલ ને જીભ ઉપર લેપ કરવાથી તોતડા પણું અને મોટી જીભ માં લાભ મળે છે. જો કે તજ ની છાલ ના નાના નાના ટુકડા જીભ ઉપર મુકીને ચૂસતા રહેવાથી અને લાળ ને ગટકતા રહેવાથી હકલાવા ની સમસ્યા માં લાભ મળે છે અને તે પણ મોટી જીભ ની તકલીફમાં ફાયદો કરે છે.
આંબળા:
દરરોજ આંબળા નું સેવન કરવાથી હકલાવા ની સમસ્યા માં ફાયદો થાય છે. ૨ મહિના સુધી દરરોજ ૧ આંબડુ ખાઈ જાયો, કે પછી એક ચમચી આંબળા પાવડર સાથે એક ચમચી ગાય નું ઘી લો તેનાથી પણ હ્ક્લવા ની સમસ્યા માં ફાયદો થાય છે.
બદામ:
હક્લવાના અને તોતડાપણા માં 5 જેટલી બદામ રાત્રે પલાળી ને સવારે છાલ ઉતારી ને પીસી દો પછી બદામ અને સાથે 30 ગ્રામ જેટલું માખણ સાથે ખાયો આને દરરરોજ નિરંતર કરવાથી હકલાવા ની સમસ્યા માં ઘણો ફાયદો થશે તમે બદામ ના બદલે કાળા મરી પણ માખણ સાથે ખાઈ શકો છો એના માટે એક ચમચી માખણ સાથે એક ચપટી કાળામરી નો પાવડર સવારે ખાયો
આ પ્રયોગ સાથે જો થોડું સ્પષ્ટ અને સતત બોલવાનો અભ્યાસ કરવામાં આવે તો એટલો સારો લાભ થાય છે કે બોલવા વાળાને પોતાને પોતાના ઉપર વિશ્વાસ નથી હોતો કે હું આટલું સ્પષ્ટ અને એકધારું પણ બોલી શકું છે.
તો જો તમને કે તમારા કોઈ પરિચિતને આમાંથી કોઈ સમસ્યા હોય તો આ સરળ પ્રયોગો જરૂર અજમાવો.
No comments:
Post a Comment