EXAM TIME

U can any thing if u wish

Wel come to pratham khimsuriya's blog-EXAM TIME For education updates add my number 8866090846

Monday, 11 December 2017

નોકરીયાત વર્ગને સરકાર આપશે મોટો ઝાટકો!, જાણો શું નુકસાન થશે...

નવી દિલ્હીઃ નોકરીયાત લોકોને સરકાર મોટો ઝાટકો આપી શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) પીએફ પર મળનારા વ્યાજ દરમાં ઘટાડો કરીશકે છે. મર્યાદિત સંશાધનોને કારણે આ વર્ષે ઈપીએફ પર વ્યાજ દરમાં ઘટાડો થઈ શકે છે. વિતેલા નાણાંકીય વર્ષ 2016-17 માટે ઈપીએફઓએ 8.65 ટકાના દરે વ્યાજની જાહેરાત કરી હતી. પરંતુ ચાલુ નાણાંકીય વર્ષ 2017-18 માટે તેમાં ઘટાડો કરીને 8.30 ટકા થઈ શકે છે.

ઈપીએફઓના સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, શ્રમ મંત્રાલય તરફતી વ્યાજ દરમાં ઘટાડાને લઈને અહેવાલ તૈયાર થઈ ગયો છે. વ્યાજ દરમાં મુખ્ય રીતે બે કારણે ઘટાડો કરવામાં આવશે. પ્રથમ કારણ ઈપીએફ ખાતામાં ઈટીએફ (એક્સચેન્જ ટ્રેટેડ ફંડ) યૂનિટ સીધા જ જમા કરવામાં આવશે. બીજું મોટું કારણ છે ઈપીએફઓના રોકાણ પર થનારી આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એવામાં કર્મચારી ભવિષ્ય નિધિ પાસે હાલના વ્યાજ દરને જાળવી રાખવું મુશ્કેલ છે.

ભવિષ્ય નિધિ સંગઠને ચાલુ નાણાંકીય વર્ષની કુલ આવકનો અંદાજ લગાવ્યો નથી. આ જ આવકના આધારે ઈપીએફઓ વ્યાજ દર નક્કી કરે છે. પરંતૂ સૂત્રોનું માનીએ તો આ વખતે વ્યાજ દર પહેલેથી જ નક્કી કરવામાં આવ્યા છે. જો ચાલુ નાણાંકીય વર્ષમાં પણ આવકમાં ઘટાડો થશે તો વ્યાજ દર સ્થિર રાખવા મુશ્કેલ થશે. જેના કારણે વ્યાજ દર ઘટીને 8.3 ટકા થઈ શકે છે.

No comments: