ગુજરાત વિધાનસભાની ચુંટણીનું આજે પ્રથમ તબક્કાનું મતદાન પુરુ થયું ત્યારે સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવે મોટું નિવેદન આપ્યું હતું.
મુલાયમ સિંહે પોતાના દિકરા અખિલેશ યાદવના પક્ષની 5 સીટો માટે નિવેદન આપતા તેમણે જણાવ્યુ હતું કે અખિલેશ પોતાની 5 સીટો પર પણ હારશે.
જો કે ગુજરાતના વર્તમાન બનાવો વિશે તેમણે બોલવાનું ટાળ્યું હતું.મુલાયમ સિંહે પોતાના પક્ષના દીકરાની હારની ભવિષ્યવાણી કરી હતી જયારે તેમણે ગુજરાતની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા વિષે બોલવાનું ટાળ્યું હતું.
તાજેતરમાં બનેલ મણીશંકર ઐયરના વિવાદાસ્પદ નિવેદન અંગે તેમણે જણાવ્યુ હતુ કે જો ઐયર અમારી પાર્ટીમાં હોત તો તેમને સસ્પેન્ડ નહીં પરંતુ તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેત. આ સાથે મુલાયમ સિંહે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને તેમના જન્મદિને શુભેચ્છા પણ પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની 89 બેઠક પર આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું જેમાં 977 ઉમેદવારોને મત આપવામાં આવી હતી. ત્યારે આજે સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મુલાયમસિંહ યાદવે આજે તેમના દીકરા અખિલેશ યાદવના 5 ઉમેદવારો માટે ભવિષ્યવાણી કરી હતી.
No comments:
Post a Comment