EXAM TIME

U can any thing if u wish

Wel come to pratham khimsuriya's blog-EXAM TIME For education updates add my number 8866090846

Sunday, 10 December 2017

ધોરણ ૧૦ અને ૧રની પરીક્ષામાં કરવામાં આવી રહ્યો છે મહત્વનો ફેરફાર.. જાણો શું છે




અમદાવાદ: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ ર૦૧૮માં લેનારી ધોરણ ૧૦ અને ૧રની પરીક્ષામાં મહત્વનો ફેરફાર કરવામાં આવી રહ્યો છે એક જ પરીક્ષા કેન્દ્રમાં એક જ સ્થળે બે જુદા જુદા સમયે લેવાતી ધોરણ ૧૦ અને ૧રની પરીક્ષા હવે અલગ અલગ સ્થળોએ લેવા માટેના નિર્ણયને આખરી ઓપ અપાઇ રહ્યો છે.
તે માટે શિક્ષણ વિભાગે આયોજન પૂરું કરી દીધું છે આ નિર્ણયના કારણે બંને પરીક્ષામાં જોડાયેલા શિક્ષકો પરથી કામનું ભારણ ઘટશે માર્ચ ર૦૧૮માં શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧રની પરીક્ષા લેવાઇ રહી છે જેની લેઇટ ફી સાથેનું રજિસ્ટ્રેશન હજુ ૧૦મી ડિસેમ્બર સુધી ચાલશે. સામાન્ય રીતે ધોરણ-૧૦ની પરીક્ષાનો સમય સવારે ૧૦.૩૦થી બપોરે ૧.૩૦ સુધીનો રહે છે અને ધોરણ ૧રની પરીક્ષાનો સમય બપોરના ૩થી સાંજના ૬ સુધીનો હોય છે.
ઘણા લાંબા સમયથી શિક્ષકોની રજુઆતો હતી કે બંને પરીક્ષાઓના કારણે શિક્ષકોને કામનું ભારણ વધી જાય છે આ રજુઆતોને ધ્યાને લઇને બોર્ડ આગામી પરીક્ષામાં જ અલગ અલગ કેન્દ્રો પર બંને પરીક્ષા લેવાય તેના માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે.
દરેક જિલ્લાની શિક્ષણાધિકારી કચેરીઓ દ્વારા આ અંગેનું આયોજન શરૂ કરી દેવાયું છે. ગત વર્ષ માર્ચ ર૦૧૭ની પરીક્ષામાં ધોરણ ૧૦માં ૧૧ લાખથી વધુ અને ધોરણ ૧ર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પ.પ૦ લાખથી વધુ થઇને કુલ ૧૭ લાખ જેટલા વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા માટે નોંધાયા હતા.

No comments: