દુનિયામાં પેટ્રોલનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે વૈજ્ઞાનિકો પેટ્રોલને બદલે બીજા ઈંધણની શોધ કરી રહ્યા છે જે પેટ્રોલને બદલે વાપરવામાં આવે અને પર્યાવરણને પણ નુકસાન ન થાય. હાલમાં જ વૈજ્ઞાનિકોએ પેટ્રોલને બદલે બીયર વાપરી શકાય તેવું શોધ્યું છે. પેટ્રોલનો સૌથી સારો વિકલ્પ બાયોઈથિનોલ થઈ શકે છે, જેને તૈયાર કરવામાં બીયર મહત્ત્વની ભૂમિકા ભજવશે.
યુકેની બ્રિસ્ટલ યુનિવર્સીટીમાં સંશોધનકર્તાઓએ કરેલા રીસર્ચને આધારે કહ્યું હતું કે બીયરમાં આવતું ઈથીનોલ પેટ્રોલના વિકલ્પરૂપે નહીં લઈ શકીએ પરંતુ આ રસાયણને પ્રોસેસ કરીને બ્યૂટેનોલમાં ફેરવી નાખવામાં આવે તો ઈંધણના સ્વરૂપમાં આસાનીથી પ્રયોગ માટે લઈ શકાય છે. આ રીસર્ચ સાથે જોડાયેલા એક પ્રોફેસરે કહ્યું હતું કે, 'બીયરમાં મળતું આલ્કોહોલ ખરેખરમાં એવું ઈથેનોલ હોય છે જેનાથી બ્યૂટેનોલ બનાવીને તેને પેટ્રોલની જગ્યાએ વાપરી શકાશે.
આ પ્રક્રિયાને સફળ થવામાં પાંચ વરસ પણ લાગી શકે છે. અને જો સફળતા મળી ગઈ તો આસાનીથી નળનારી બીયર પેટ્રોલ માટે એક સારો વિકલ્પ બની શકશે.'
આ પ્રક્રિયાને સફળ થવામાં પાંચ વરસ પણ લાગી શકે છે. અને જો સફળતા મળી ગઈ તો આસાનીથી નળનારી બીયર પેટ્રોલ માટે એક સારો વિકલ્પ બની શકશે.'
No comments:
Post a Comment