ફિનલેન્ડની મુખ્ય દૂરસંચાર કંપની નોકીયાએ જણાવ્યું કે તે ભારતમાં 5જી મોબાઇલ નેટવર્ક ટેકનોલોજી વિકસિત કરશે અને વિકાસ કેન્દ્ર (આરએન્ડડી)નો વિસ્તાર કરશે. નોકીયા આરએન્ડડી કેન્દ્રના પ્રમુખ રૂપા સંતોષે જણાવ્યું કે અમે આગામી પેઢીની ટેકનોલોજી 5જી મોબાઇલ નેટવર્ક ઓર્કિટેક્ચર, વોઇસ ઓવર એલડાઇ, ક્લાઉડ અને બિગ ડેટા એનાલિટિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પોતાના આરએન્ડડી કર્મચારીઓની સંખ્યા 2018માં વધારીશું.
દૂરસંચારના આગામી સ્ટાન્ડર્ડને પાંચમી પેઢીનું નેટવર્ક અથવા 5જી મોબાઇલ નેટવર્ક કહવામાં આવે છે, જેને દુનિયાભરના દૂરસંચાર કંપનીઓ વિકસાવવામાં લાગી છે. આ નેટવર્ક વર્ષ 2020થી શરૂ થવાની શક્યતા છે, જે વર્તમાનના 4જી નેટવર્કનું સ્થાન લેશે. તેમાં વોઇસ, ડેટા અને વીડિયો ટ્રેફિક ઝડપી બેન્ડવિથના માધ્યમ દ્વારા વધુ ઝડપથી મોકલી અને પ્રાપ્ત કરી શકાશે.
સંતોશે જણાવ્યું કે અમે પહેલા યુરોપિયન યુનિયનમાં 14 ટેકનોલોજીકલ અને શૈક્ષણિક સહયોગીઓ સાથે મળીને 5જી મોબાઇલ નેટવર્ક ઓર્કિટેક્ટચરનો વિકાસ કરી રહ્યાં છીએ. જો કે કંપનીએ એ જાણકારી નથી આપી કે વર્ષ 2018માં તે કેટલા કર્મચારીઓની ભરતી કરશે.
No comments:
Post a Comment