મોટી ઉંમર સુધી જો સ્વાસ્થ્ય સારું રાખવા માંગતા હોય તો ખાવા-પીવામાં ધ્યાન રાખવું જરૂરી છે. માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહી પરંતુ સુંદરતા જાળવી રાખવા માટેનું રહસ્ય પણ હેલ્ધી ખાવામાં જ છે અને એટલે જે પણ ખાવ તે પોષ્ટીક તત્વથી ભરપૂર હોવું જોઈએ. આપણા સ્વાસ્થ્ય અને શક્તિ માટે સુકા મેવા એટલે કે ડ્રાય ફ્રુટ બહુ લાભકારક છે કારણ કે, તેમાં પ્રોટીન, ફાયબર, ફાઈટો ન્યૂટ્રીયન્સ, કેલ્શિયમ અને એન્ટી ઓકસિજન જેવા વિટામીન ઈ અને સેલેનિયન જેવા પોષક તત્વ ભરપૂર માત્રામાં હોય છે. શિયાળામાં તેને ખાવાથી બહુ બધા ફાયદા થાય છે. દરેક ડ્રાય ફ્રુટમાં સુદંરતા સાથે જોડાયેલ અલગ ગુણોછે.
1. બદામ :
બદામને સુકા માવાનો રાજા ગણવામાં આવે છે, કારણ કે, તેમાં પ્રોટીન, ફાયબરની સાખે કેલ્શિયમ, એન્ટીઓક્સિડેન્ટ, વિટામીન ઈ, અને ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે. તે કોલેસ્ટ્રો ઓછું કરે છે. લોહીમાં હિમોગ્લોબીન વધારે છે. ત્વચા ચમકદાર બને છે. સ્તન કેન્સરથી બચાવે છે. મગજ પણ સારું રહે છે.
2. સૂકી દ્રાક્ષ :
દ્રાક્ષને વિશેષ પ્રક્રિયા હેઠળ સુકાવીને કિસમિસ બનાવવામાં આવે છે. તેમાં દ્રાક્ષ જેવા બધા ગુણો હોય છે. ઉપયોગ દૂધ, ખીર, અને મીઠાઈઓમાં કરવામાં આવે છે. તેમાં ફાયબર, વિટામિન ઈ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસફોરસ, આર્યન અને કેલ્શિયમ સારા પ્રણામમાં હોય છે. આંખોની રોશની વધે છે. કબજીયાત, દાંત, જેવી બીમારીઓમાંથી રાહત મળે છે અને શારીરિક કમજોરી દૂર થાય છે અને વજન વધારવા માટે પણ તે ફાયદાકારક છે.
3. કાજૂ :
ડ્રાય ફ્રુટમાં કાજુ સૌથી વધારે ટેસ્ટી હોય છે. તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, કોપર, જીંક, અને મિનરલ્સ ભરપૂર હોય છે જે એન્ટી એજીંગનું કામ કરે છે. તેનાથી હૃદયની બીમારીઓ દૂર થાય છે અને ત્વચામાં નીખાર આવે છે.
4. પીસ્તા :
વિટામિન ઈથી ભરપૂર પિસ્તા ખાવામાં બહુ ટેસ્ટી હોય છે અને એક પિસ્તામાં 4થી પણ ઓછી કેલેરી હોય છે. તેનાથી આંખોની સમસ્યા દૂર થાય છે. હૃદય સાથે જોડાયેલ બીમારીઓ દૂર થાય છે. રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તેમજ કેન્સર જેવી બીમારીઓથી બચી શકાય છે.
5. અખરોટ :
અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. દરરોજ 1 અખરોટ ખાવાથી સ્વાસ્થ્ય સાથે જોડાયેલ સમસ્યા દૂર થાય છે. તેમજ ડાયટમાં તેને સામેલ કરવાથી તમારું વજન પણ કન્ટ્રોલમાં રાખી શકો છો. તેનાથી બ્રેસ્ટ કેન્સરથી બચી શકાય છે. યાદ શક્તિ વધે છે અને ડાયાબિટીસમાં તે બહુ લાભકારક છે. તે વાળ અને સ્કિન માટે પણ બેસ્ટ છે.
6. અંજીર :
અજીંરમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને આર્યન ભરપૂર માત્રામાં હોય છે. કબજીયાતના દર્દીઓ માટે તે બહુ ફાયદાકારક છે. રાતે પાણીમાં અજીંરને પલાળી રાખો. સવારે તેને ચાવીને ખઈ જાવ. તેનાથી પેટ સંબંધિત સમસ્યાથી રાહત મળે છે.
No comments:
Post a Comment