દેશના વિવિધ ભાગોમાં આવેલી જુદી જુદી બેન્કોને મર્જ કર્યા બાદ SBI દ્વારા તેની 1300 શાખાઓના નામ અને IFSC કોડ બદલી દેવામાં આવ્યા છે. મુંબઇ, દિલ્હી, બેંગ્લોર, ચેન્નઇ, હૈદરાબાદ, કલકત્તા, લખનૌ જેવા શહેરોની શાખાઓમાં નામ અને કોડ બદલવામાં આવ્યા છે.
સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર SBI ની કેટલીક સહયોગી બેન્કની શાખાઓને SBIમાં મર્જ કરી દેવાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અસરકર્તા તમામ શાખાના ગ્રાહકોને આ અંગેની જાણકારી આપી દેવામાં આવી છે. તેમજ બેન્કોને ૫ણ આ નવા કોડ સાથે જોડી દેવામાં આવી છે. જો કોઇ જુના IFSC કોડ સાથે પૈસા ચુકવશે તો તે નવા કોડ પ્રમાણે જમા થઇ જશે.
No comments:
Post a Comment